ufff..
આ આંખો પાસે ય ઈશ્વરે ખરું કામ લેવડાવ્યું
રાજીપામાં ય રડે ને ખાલીપામાં ય...
એનું તો બિચારીનું કામ બેવડાવ્યું છે.
ShiD.
Monday, November 23, 2009
Sunday, September 13, 2009
દુહાઇ..
મત બાંધો અબ કિ મોહ મેં મોહે,કન્હાઇ
કહત રહૈ મોહે આવત લાજ
ઠિઠૌરી કરત સબ જન આજ
કાહે સહૈ જગ-હંસાઇ દિન-રાત
દરસ પિયાસે ઇન નૈનન કો મત કરો ઈબ નિરાસ
અંતર ભયી મોહે ઈબ એક હિ આસ
જા,તોહે પ્રેમ કી દુહાઇ
મત બાંધો અબ કિ મોહ મેં મોહે કન્હાઇ...
પ્યારી રાધારાની ,મત દિજો મોહે પ્રેમ કી દુહાઇ,
તુમ કહૈ તો હમ બાંસુરી હી બજાય,
ગૈયન કો લૈ કે બન મા હી બસ જાય
જગ તો ખૂદૈ હી પાગલ હૈ
કાહે તુ મન મેં બાત લગાય
અબ કિ દોર બાંધે ઐસન તોહે
કે જનમભર ના છૂટ પાય..
ShiD and Hershal P.
(this is a combined effort ..thanx Hersh)
કહત રહૈ મોહે આવત લાજ
ઠિઠૌરી કરત સબ જન આજ
કાહે સહૈ જગ-હંસાઇ દિન-રાત
દરસ પિયાસે ઇન નૈનન કો મત કરો ઈબ નિરાસ
અંતર ભયી મોહે ઈબ એક હિ આસ
જા,તોહે પ્રેમ કી દુહાઇ
મત બાંધો અબ કિ મોહ મેં મોહે કન્હાઇ...
પ્યારી રાધારાની ,મત દિજો મોહે પ્રેમ કી દુહાઇ,
તુમ કહૈ તો હમ બાંસુરી હી બજાય,
ગૈયન કો લૈ કે બન મા હી બસ જાય
જગ તો ખૂદૈ હી પાગલ હૈ
કાહે તુ મન મેં બાત લગાય
અબ કિ દોર બાંધે ઐસન તોહે
કે જનમભર ના છૂટ પાય..
ShiD and Hershal P.
(this is a combined effort ..thanx Hersh)
Sunday, September 6, 2009
નહીં ફાવે...
વરસાદની જેમ તું ધોધમાર વહાલ કર,
આમ ચાતકની જેમ તરસવું નહીં ફાવે..
મેઘધનુષ્યની જેમ તું આકાશ રંગ ગુલાલ કર,
આમ કાળું ડિબાંગ નહીં ફાવે..
અસહ્ય પીડાને એકવાર તું બોલતી કર,
આમ મૌનની ભાષા સહેવાનું નહીં ફાવે..
ShiD.
આમ ચાતકની જેમ તરસવું નહીં ફાવે..
મેઘધનુષ્યની જેમ તું આકાશ રંગ ગુલાલ કર,
આમ કાળું ડિબાંગ નહીં ફાવે..
અસહ્ય પીડાને એકવાર તું બોલતી કર,
આમ મૌનની ભાષા સહેવાનું નહીં ફાવે..
ShiD.
Wednesday, August 26, 2009
કહેવું તો શું????
મારી આંખમાં ગોરંભાતી તારી યાદો ને
આંખો સાંબેલાધાર મેઘ...
મારે તને કહેવું તો શું???
મારા સ્મરણોમાં તારી વાતો ને
સપનાઓમાં માત્ર તું એક....
મારે તને કહેવું તો શું???
મારી નસેનસમાં વહેતું તારું નામ ને
ધબકે તું ધબકારમાં પ્રત્યેક...
મારે તને કહેવું તો શું???
ShiD.
આંખો સાંબેલાધાર મેઘ...
મારે તને કહેવું તો શું???
મારા સ્મરણોમાં તારી વાતો ને
સપનાઓમાં માત્ર તું એક....
મારે તને કહેવું તો શું???
મારી નસેનસમાં વહેતું તારું નામ ને
ધબકે તું ધબકારમાં પ્રત્યેક...
મારે તને કહેવું તો શું???
ShiD.
Monday, August 17, 2009
મઝ્ઝાનું સપનું....
મમ્મા,કાલે તો મને સપનું આવ્યું 'તું.....
એવું મઝાનું સપનું કે ના પૂછો વાત....
સપનામાં તો મારી ચાલુ થઈ ગઈ છે સ્કૂલ
પણ વર્ગ હતા માત્ર સાત....
પહેલો વર્ગ ભગવાન ને પ્રાર્થનાનો ને
બીજો આખી સ્કૂલ સાથે વાત..
ત્રીજો-ચોથો વરસાદનો ને સાહેબે
કરી મેઘધનુષ્યની વાત...
પછી પડી રિસેસ,તો ય ચાલુ વરસાદ...
નહીં તો -કોરો તડકો થાત...
પાંચમામાં ઊડ્યાં પતંગિયા ને જોઈ
ફૂલોની રંગબેરંગી ભાત..
છઠ્ઠામાં સાહેબે સાંભળી
બધાની રજાઓની વાત..
ને એં...સાતમામાં તો બધાને આપ્યું લેશન..
"જાવ,છોકરાંઓ..કાલે ચિતરી લાવજો વરસાદ .."
આટ્લું કહ્યું ત્યાં તો મારી ઊઘડી ગઈ આંખ..
મમ્મા,કાલે તો મને સપનું આવ્યું 'તું એવું મઝાનું સપનું ,
કે ના પૂછો વાત.....
એવું મઝાનું સપનું કે ના પૂછો વાત....
સપનામાં તો મારી ચાલુ થઈ ગઈ છે સ્કૂલ
પણ વર્ગ હતા માત્ર સાત....
પહેલો વર્ગ ભગવાન ને પ્રાર્થનાનો ને
બીજો આખી સ્કૂલ સાથે વાત..
ત્રીજો-ચોથો વરસાદનો ને સાહેબે
કરી મેઘધનુષ્યની વાત...
પછી પડી રિસેસ,તો ય ચાલુ વરસાદ...
નહીં તો -કોરો તડકો થાત...
પાંચમામાં ઊડ્યાં પતંગિયા ને જોઈ
ફૂલોની રંગબેરંગી ભાત..
છઠ્ઠામાં સાહેબે સાંભળી
બધાની રજાઓની વાત..
ને એં...સાતમામાં તો બધાને આપ્યું લેશન..
"જાવ,છોકરાંઓ..કાલે ચિતરી લાવજો વરસાદ .."
આટ્લું કહ્યું ત્યાં તો મારી ઊઘડી ગઈ આંખ..
મમ્મા,કાલે તો મને સપનું આવ્યું 'તું એવું મઝાનું સપનું ,
કે ના પૂછો વાત.....
Thursday, July 23, 2009
પંચમહાતત્વ...
રસ્તો બનીને આંખમાં પથરાતી.....પ્રતિક્ષા....
ભડકો બનીને પોતે જ બળતી....પ્રતિક્ષા.....
વરસાદ બનીને અંતરમાંથી ઉભરાતી ....પ્રતિક્ષા.....
સુગંધ બનીને અંતરમાં મહેક્તી...પ્રતિક્ષા....
ફલક બનીને આંખમાં વિસ્તરતી...પ્રતિક્ષા.....
શિ.
the first word of each line is a symbol of PANCHMAHATATVA..i.e.prithvi,agnee,water,vaayu and aakaash..and the word PRATIKSHA is a symbol of AATMA- SOUL.
Monday, July 13, 2009
વિરહિણી....
ફૂલગુલાબી ફાગણ ને સાજણ તારા વાયદા...
ખીલી ઉઠવાની મૌસમ ને સાજણ તારા વાયદા....
મ્હોરી ઉઠ્યા આંબા ને સાજણ તારા વાયદા..
ધગધગતા વૈશાખી વાયરા ને સાજણ તારા વાયદા....
અષાઢી વાદળાના ાઅણસાર ને સાજણ તારા વાયદા...
વરસાદી માટીની ગંધ ને સાજણ તારા વાયદા...
આઠમની માઝમ રાત ને સાજણ તારા વાયદા...
માગશરમાં ઢબૂકતા ઢોલ ને સાજણ તારા વાયદા...
ફૂલગુલાબી મૌસમ ને સાજણ તારા વાયદા....
શિ.
ખીલી ઉઠવાની મૌસમ ને સાજણ તારા વાયદા....
મ્હોરી ઉઠ્યા આંબા ને સાજણ તારા વાયદા..
ધગધગતા વૈશાખી વાયરા ને સાજણ તારા વાયદા....
અષાઢી વાદળાના ાઅણસાર ને સાજણ તારા વાયદા...
વરસાદી માટીની ગંધ ને સાજણ તારા વાયદા...
આઠમની માઝમ રાત ને સાજણ તારા વાયદા...
માગશરમાં ઢબૂકતા ઢોલ ને સાજણ તારા વાયદા...
ફૂલગુલાબી મૌસમ ને સાજણ તારા વાયદા....
શિ.
Subscribe to:
Posts (Atom)