Tuesday, March 17, 2015
કહેવતો - રુઢિપ્રયોગો: કાકનજરે..મણકો-૧
Monday, March 16, 2015
Friday, March 13, 2015
"પ્રિય ડાયરી..."
01/04/2012 .. 9.30pm
હોસ્પીટલનો ત્રીજો માળ. મળસ્કે ત્રણેક વાગ્યા હતાં. આઇ.સી.યુ.ની બહાર વેઇટિંગ લોન્જની જુદી જુદી દિશાની ચારેય બારીમાંથી મમ્મી , ભાઇ , ફોઇ અને અન્ય કુટુંબીજનો બારીની બહાર અંધારુ જોઇ રહ્યા હતા.બધાનું મન અંદર ICU માં અને આંખો અંધારામાં ફાંફા મારતી હતી. કાળુ અંધારુ ધીરે ધીરે ગ્રે થઇ રહ્યુ હતુ એને સવાર બોલાવતી હતી. ને અમારી જીંદગીમા કાળુડિબાંગ અંધારુ આ ગ્રે શેડને ચીરીને ગમે ત્યારે આવી ચડશે તેની બધાને ખબર હતી. હળવેથી ICU નો દરવાજો ખુલ્યો અને ડ્યુટી પરના ડોકટરે મને અને મમ્મીને હળવેથી ઇશારો કરીને બોલાવીને કહ્યુ : " વારાફરતી બધા મળી લો . . . સમય બહુ ઓછો છે હવે " વારાફરતી બધા અંદર જઇ આવ્યા. હુ અંદર ગઇ.ચારેબાજુથી નળીઓથી જોડી રખાયેલા પપ્પાના શ્ર્વાસ સાવ જ ધીમા થઇ રહ્યા હતા. હુ હાથમાં હાથ પકડીને ઉભી રહી.એમની આંખોમા જોયુ. . એમની આંખો ઉઘાડી હતી પણ સ્થિર થઇ ગઇ હતી તેમ.છતા મને લાગ્યુ કે આંખો કઇક કહી રહી છે અને હુ સાંભળી રહી છું. પાછળથી ડોકટરે આવીને મને સહેજ ખસેડીને હાથ છોડાવ્યો.નળીઓ એક પછી એક દુર કરી અને કહ્યુ : He is no more. હુ બહાર આવી . બધા એકબીજાને આશ્ર્વાસન આપતા હતા. સવારે ૬.૫૫ sms ભાગી છુટયો Tushar Bhatt is no more. જેમને ડાયરી લખતા જોઇને મને ડાયરી લખવાની પ્રેરણા મળી હતી એવા મારા પપ્પા હવે મારી ડાયરીમાં ચિરસ્મૃતિ બની ગયા......."
એમના મૃત્યુ પછી લખેલુ આ પહેલુ પાનુ જયારે પણ વાંચીશ ત્યારે એમની હાજરી મારી આસપાસ અનુભવીશ. એટલે જ આ ડાયરી હવે મને મારા પપ્પાએ વારસામા આપેલી પરંપરા જેવી લાગે છે. ઘર અત્યારે કુટુંબીજનો, મિત્રો , પડોશીઓથી ભરેલું લાગે છે છતા હવામાં એક શુન્યાવકાશ છે જે કદીય નહી ભરાય."
ડાયરી એ એવો ઉઘાડ છે જે કોઈનાં જીવનનો અંધકાર ખેંચીને બહાર લાવે છે, તો ક્યારેક એ અંધકાર પાછળ રહેલા અજવાસને એવી રીતે બહાર લાવે છે કે એનાથી બે પેઢીઓ કે ઇતિહાસની સાથે તમારા તાર જાણે આપોઆપ જ જોડાઈ જાય. આવી કેટલીક જાણીતી--અજાણી ડાયરીઓને માધ્યમ બનાવીને વાત કરવી છે થોડી `ડાયરી' વિશે.
નવું વર્ષ નજીક આવે કે કેલેન્ડરની સાથેસાથ ડાયરીની પણ અનેકવિધ વેરાયટીઓ બજારમાં દેખાવા માંડે. જાતજાતનાં રૂપરંગ, કદ, કિંમત, તારીખવાળી, તારીખ વિનાની વિશ્વનાં ચલણની માહિતીવાળી, કોઈ વિશ્વનાં ટોચનાં દેશોનાં મહત્વના શહેરોની ધરાવતી, તો કોઈમાં પાને-પાને એકાદ સુવાક્ય મૂકાયેલું હોય, એવી કેટલીય ડાયરીઓ જોવા મળે છે. જેની જેવી જરૂરિયાત. કોઈ તેમાં પોતાનાં દિવસનાં કામોની યાદી જ માત્ર ટપકાવે, તો કોઈ ઘરખર્ચનાહિસાબ લખે. કેટલાકને ‘સવારે 7 વાગ્યે ઉઠ્યો. 8.30 ઓફિસ ગયો... 9.30 મીટીંગ હતી12.00 લંચ..’ એમ માત્ર ટાઈમ ટેબલમાં જ રસ પડે. આવી ડાયરીઓમાં નજીવા ફેરફાર સિવાય બધા પાનાં સરખાં જ લાગે.
આપણા જાણીતા લેખક રજનીકુમાર પંડ્યા પોતાના શિડ્યુલની ડાયરી એકદમ અપ-ટુ-ડેટ રાખે છે અને તેની પર પૂરેપૂરા અવલંબિત રહે છે. આ પણ એક ઉપયોગ છે.
જો કે, આ પ્રકારની ડાયરીઓનો ઉપયોગ મોટે ભાગે પોતાના પૂરતો મર્યાદિત રહે છે. બીજાએ લખેલી ડાયરીની વાત કરીએ તો તેમાં મુખ્યત્વે પ્રકાશિત થયેલી ડાયરીને ગણાવી શકાય.
આવી ડાયરી એટલે એવો એક્સ-રે, કે જેમાં જે તે વ્યક્તિ દ્વારા લખાયેલી, કહેવાયેલી,ફેલાવાયેલી સુખની પળો, દુ:ખની પળો કે પછી સુખની અને દુ:ખની વચ્ચેની પળો. એવી પળો કે જે સાવ અંગત હોય, સત્યની સાવ અડોઅડ હોય અને ડાયરી તેના વાંચનારને તે પોતાની આપવીતી વાંચી રહ્યો હોય એવો અહેસાસ કરાવે. કોઈની ડાયરી હાથમાં પકડીએ ત્યારે જાણે-અજાણે આપણો એ વ્યક્તિના જીવનમાં પરકાયા પ્રવેશ થઈ જાય છે ને થોડીક ક્ષણો માટે પણ કોઈના જીવનનો અંગત હિસ્સો બનવું એ બહુ મોટી વાત છે.
નાઝી શાસનકાળની યુધ્ધકેદી 13 વર્ષની એન ફ્રેન્કની ‘The young girl's diary’ માં એણે 1942થી 1944ના બે વર્ષના પોતાના જીવનની અતિ મહત્વની કહી શકાય એવી વાતો નોંધી છે. એન ફ્રેન્ક અને તેના પરિવારે બે વર્ષ સુધી યુદ્ધકાળ દરમ્યાન છુપાયેલાં રહેવું પડ્યું હતું તેની વિસ્તૃત અને હૃદયદ્રાવક નોંધો આ ડાયરીમાં છે.
અન્ય એક યહુદી યુવતી એટ્ટી હિલીસમની ડાયરી પણ 1941થી 1943ના યુદ્ધગાળા દરમ્યાન લખાયેલી છે. 27 વર્ષની આ યુવતીની ડાયરી આઠ નોટબુકોમાં વિસ્તરેલી હતી. ડાયરીમાં એટ્ટીના માનવીય સંવેદનો, હોલેન્ડ અને યહુદીઓની યાતના આબેહુબ વર્ણવાયેલાં છે. મૂળ ડચ ભાષામાં લખાયેલી આ ડાયરીના અંગ્રેજી અનુવાદ પરથી માવજીભાઈ સાવલાએ ગુજરાતીમાં `"એટ્ટીની આંતરખોજ' નામે અનુવાદ કર્યો છે. (૧૯૯૩, મીડિયા પબ્લિકેશ,જૂનાગઢ)
લેખક જેફ્રી આર્ચરનાં નામથી અંગ્રેજી ભાષાનો વાચકવર્ગ જરાય અજાણ્યો નહીં હોય. લંડનનાં સંસદસભ્ય એવા આ લેખક મહાશયને 2001માં ચાર વર્ષની જેલની સજા થયેલી. કેદી નંબર FF 8282 ધરાવતા આર્ચરે આ ચાર વર્ષ દરમ્યાન ત્રણ ભાગમાં લખેલી ડાયરીઓ``Prison Diaries--by FF 8282'' નામે પ્રસિદ્ધ થઈ છે.
તો એઈલીન કેડીની `The Opening Doors Within' પરથી ઈશા કુન્દનિકાએ`ઊઘડતા દ્વાર અંતરનાં'નામે કરેલો અનુવાદ પણ ડાયરીની કક્ષામાં મૂકી શકાય એવો છે. વર્ષના 12 મહિના જાન્યુઆરીથી ડિસેમ્બરના 365 દિવસ લેખે 365 સુવિચારોનો નાનકડોઆ વિચારવિસ્તાર છે. કોઈ ચોક્કસ વર્ષમાં આ ડાયરીને બાંધી નથી દીધી એ આ ડાયરીની ઉડીને આંખે વળગે એવી ખાસિયત છે.
ગુજરાતીમાં આ પ્રકારનું સૌથી વધુ ખેડાણ કદાચ ગાંધીયુગમાં થયું હશે. સરદાર વલ્લભભાઈ,શહીદ ભગતસિંહની જેલયાત્રાની ડાયરીઓ અનેક સંદર્ભે ઉપયોગી છે. મહાદેવભાઈ દેસાઈની ડાયરીના 19 વોલ્યુમમાં ગાંધીજી અને માત્ર ગાંધીજી વિસ્તરેલા છે. મહાદેવભાઈની ડાયરી ગાંધીજીનાં અસંખ્ય પ્રવચનો, પત્રવ્યવહાર, અન્ય લખાણોની વિસ્તૃત માહિતીથી ભરપૂર છે. ગાંધીજી વિશે જાણવા માંગતી કોઈ પણ વ્યક્તિ માટે આ ડાયરી જેકપોટ સમાનછે. મહાદેવભાઈએ ડાયરી ન લખી હોત તો આપણે ગાંધીજી તથા તેમની આસપાસ ગુંથાયેલી આઝાદીની લડતના કેટલાય કિસ્સાઓથી વંચીત રહી જાત.
સ્વ ચંદુલાલ ભગુભાઈ દલાલની `ગાંધીજીની દિનવારી'ના ઉલ્લેખ વિના ગાંધીજી અંગેનીડાયરીની વાત અધૂરી ગણાય. `ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી 9-1-1915નાં દિવસે ભારત આવ્યા અને 30-1-1948ના રોજ એમની ગોળી મારીને હત્યા થઈ. આ બે તારીખોની વચ્ચેનો સમયગાળો 12075 દિવસોનો છે. આ દિવસો દરમ્યાન ગાંધીજી ક્યાં, કેટલો સમય રોકાયા, કે એમને કોઈએ ભેટ આપી એ ભેટ શું હતી એવી માહિતી સુદ્ધાં તારીખવારચોકસાઈપૂર્વક ગોઠવવામાં અતિશય જહેમત, ચીવટ લેવામાં આવી છે, છતાં સ્વ. ચંદુલાલ કબુલે છે કે આમાં ક્યાંક કોઈ કચાશ રહી જવા પામી હોય એવી શક્યતા સાવ ઓછી છે, પણસાવ નકારી શકાય એવી નથી. તેમની આ વિનમ્રતા જ કહી શકાય. સંશોધનકર્તાઓ માટે મહાદેવભાઈની ડાયરીની જેમ આ ડાયરી પણ મહામૂલી જણસ છે.
ગુજરાતી સાહિત્યજગતમાં ગુજરાત વિદ્યાસભાએ ઈ. સ. 1953માં નરસિંહરાવ દિવેટીયાની રોજનીશી પ્રગટ કરેલી.
આ રોજનીશીમાં નરસિંહરાવના નિજી જીવનની કે સાહિત્ય અંગેની મહત્ત્વની નોંધો મળી રહે છે. ઈ. સ. 1892થી ઈ. સ. 1935 સુધીની આ રોજનીશીમાં1927-‘29ની નોંધો મળતી નથી. આ ડાયરી એની લેખનશૈલી કે ભાષાના ઉપયોગ જેવાં કે``મને'' ને બદલે ``મ્હને'', ``લડત'' ને બદલે ``લઢત'' અથવા તો સાહિત્યવિષયક ઉલ્લેખ કે અંગત નોંધ આવે ત્યારે કૌંસમાં ટૂંકમાં સંદર્ભ લખવો અંગ્રેજી શબ્દો વાપરવાની છૂટને લીધે અન્ય ડાયરીઓ કરતાં ઘણી જુદી પડે છે. જો કે, આવા ભાષાપ્રયોગ કે શૈલી એ ડાયરી વાંચવામાં ક્યાંય બાધારૂપ નથી એ નોંધવું રહ્યું.
ગુજરાતી સાહિત્યમાં મહત્વપૂર્ણ પ્રદાન કરનાર એવી બે લેખિકાઓની વાત કરીએ તો બિંદુ ભટ્ટની ‘મીરાં યાજ્ઞિકની ડાયરી’ ભલે સત્યકથા નથી, પણ વાંચકને સત્યકથા જેવી અનુભૂતિ ચોક્કસ કરાવે છે. તો ‘ક્યાં ગઈ એ છોકરી’માં એષા દાદાવાળાએ એક છોકરીની જિંદગી એક ડાયરીમાં આવરી લીધી છે. એક કલ્પના જ હોવા છતાં વાંચકને ઘણી જગ્યાએ તે વાંચતા-વાંચતા અટકવા, વિચારવાને મજબુર કરાવે છે.
ભારતમાં 1965ના ભારત-પાકિસ્તાન યુધ્ધની વ્યૂહરચનાઓ, પરિસ્થિતિ વિશે તે સમયના રક્ષામંત્રી શ્રી વાય. બી. ચવ્હાણે વિગતવાર ડાયરી લખી છે. ‘1965-વોર:ધ ઈનસાઈડ સ્ટોરી’ જેવા નામ પરથી જ એ યુધ્ધડાયરી હોય એવો ખ્યાલ આવી જાય. આ પ્રકારની ડાયરી સંશોધનકર્તાઓ માટે અત્યંત મહત્વનો દસ્તાવેજ બની રહે છે. તેમ વાચકોને પણ તેમાં અનેક બાબતો જાણવા મળે છે.
કેપ્ટન નરેન્દ્ર ફણસેની નોંધો પહેલાં ઇન્ટરનેટ પર બ્લોગસ્વરૂપે પ્રગટ થઈ અને પછી`જિપ્સીની ડાયરી: એક સૈનિકની નોંધપોથી' નામના પુસ્તક સ્વરૂપે. આ નોંધોમાં એક સૈનિકના જીવનનું, કારકીર્દીમાં લીધેલી તાલીમ, કાર્યક્ષેત્ર વગેરેનું બહુ રસપ્રદ અને સરળ ભાષામાં વર્ણન છે.
નિવૃત્ત પોલીસ અધિકારી શ્રી જુવાનસિંહ જાડેજા (82)ની `હૈયું, કટારી અને હાથ (એક નિવૃત્ત પોલીસ અધિકારીની કારકીર્દી ગાથા) પોતાના કાર્યકાળની વાત સુપેરે મૂકી આપે છે,જેમાં તેમણે પોતાની જિંદગીનાં 80 વર્ષ પછી પોતાની નોકરીનાં 38 વર્ષોનો અનુભવ પીરસ્યો છે.
પ્રવાસનોંધ, પ્રકૃતિ ડાયરી આવનારી પેઢી માટે અમૂલ્ય ખજાનો છે. પ્રવાસનોંધની ડાયરીમાંથી જે-તે સ્થળની વસ્તુઓ, ભૌગોલિક રચનાનો ખ્યાલ વધુ સારી રીતે આવે છે. તો પ્રકૃતિ ડાયરીથી જે તે સ્થળની આબોહવા વનસ્પતિ, પશુ-પક્ષીઓ અંગેની માહિતી મળવામાં સરળતા રહે છે. જાણીતા પક્ષીવિદ લાલસિંહ રાઓલને 1949થી પક્ષીનિરીક્ષણમાં રુચિ જાગી. ‘જાગ્યા ત્યારથી સવાર’ ગણીને એમણે જે પક્ષી જોયું હોય તેની ઝીણામાં ઝીણી નોંધ રાખવાનું શરુ કર્યું. પક્ષીનું નામ, રંગરૂપ, કદ કાઠી, સ્થળ, સમય વગેરેની ભેગી કરેલી માહિતી આજે પક્ષીનિરીક્ષણમાં રૂચિ ધરાવતા અભ્યાસુઓ માટે સોના-ચાંદી કરતાંય વધારે મૂલ્યવાન છે. આનંદની વાત એ છે કે આ ડાયરી હવે પુસ્તકરૂપે પ્રકાશિત થઈ રહી છે, જેમાં પક્ષી-નિરીક્ષણની નોંધો મુખ્ય છે. પરંતુ વસ્તુ અનુસાર પક્ષીઓની હાજરી, અન્યત્ર સ્થળાંતર જેવી મહત્વની બાબતો આ લખાણમાંથી ડોકાય છે.
ફોટોગ્રાફર-ચિત્રકાર જ્યોતિ ભટ્ટની ડાયરી એટલી અદ્ભુત છે કે એ વાંચનાર જે તે સ્થળ પર જાય તો એણે વાંચેલી વિગતને જોવાની, કે સરખાવવાની જ બાકી રહે. આધુનિક થવાની દોટમાં આપણા સાંસ્કૃતિક વારસાને સાચવી નથી શકતા એ સંજોગોમાં જ્યોતિ ભટ્ટની ડાયરીલુપ્ત થતા જતા સાંસ્કૃતિક વારસાનો અધિકૃત દસ્તાવેજ બની રહેશે એમાં બેમત નથી. આ ડાયરીમાંનું એક પાનું જોયા વિના આ બાબત સમજાશે નહીં.
મનોચિકિત્સકો પણ ક્યારેક એમની પાસે આવતા દર્દીઓને તેમને આવતાં સપનાંઓની ડાયરી બનાવવાનું કહે છે, જેથી સ્વપ્નાઓના આધારે દર્દીની ચિકિત્સા થઈ શકે.
વર્તમાન યુગમાં ઈન્ટરનેટના વ્યાપે વિશ્વને કમ્પ્યૂટરના ટચૂકડા સ્ક્રીનમાં સમાવી લીધું છે. અહીં Online ડાયરી લખનારા પણ અનેક લોકો છે. બ્લોગને ડાયરી કહેવાય કે નહીં એ ચર્ચામાં ન ઉતરીએ તો પણ અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે. હિન્દી સિનેમાના સુપ્રસિદ્ધ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન છેલ્લા પાંચ વર્ષથી રોજ નિયમિત બ્લોગ-ડાયરી લખે છે. ફરક એટલો કે એ લખાણની ઉપર તારીખ કે વાર લખવાને બદલે દિવસનો આંકડો લખે છે. દા. ત.Day 1102, Day 1103... આ ડાયરીમાં એ દુનિયાભરની માહિતી આપતા રહે છે. એમાં ફિલ્મોની વાત હોય, પ્રાણને શ્રદ્ધાંજલિ આપવાની હોય, દિલ્હીનો ગેંગરેપ હોય કે ગુજરાત ટુરિઝમની એડ કેમ્પેઇન વિશે લખવાનું હોય... વાંચકોને રોજ નવું નવું આપવું એ એમનો નિયમ છે. પાંચ વર્ષમાં ભાગ્યે જ કોઈ દિવસ એવો હશે કે એમણે નહીં લખ્યું હોય!!
વિશ્વસ્તરે ડાયરીનો વ્યાપ ક્યાંય વધારે છે. એ હકીકત છે કે પ્રકાશિત થયેલી ડાયરીઓ કરતાં અપ્રકાશિત રહેલી ડાયરીની સંખ્યા અંદાજવી લોઢાના ચણા ચાવવા જેવું મુશ્કેલ કામ છે. ગામ હોય ત્યાં ઉકરડો હોય એ ન્યાયે અસલી ડાયરીઓની સાથે નકલી ડાયરી પધરાવનારાય પડ્યા છે. એક સમયે હિટલર અને મુસોલિનીના નામે આવી નકલી ડાયરીઓ બજારમાં ફરતી થઈ હતી. ક્યારેક અપ્રકાશિત ડાયરીમાંથી આગળ પાછળનાં સંદર્ભ વિના અમુક જ ભાગ પ્રકાશિત કરવામાં આવે તો અર્થના બદલે અનર્થ પણ સર્જાઈ શકે અને આ ડાયરી સાથે સંકળાયેલી વ્યક્તિ કે વ્યક્તિઓની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે એવી શક્યતાઓ ભરપૂર છે. એવા કિસ્સામાં `Right of First Refusal'નું ઉલ્લંઘન થયું હોય એ પણ બનવાજોગ છે. પ્રકાશનને લાગેવળગે છે ત્યાં સુધી Right of First Refusal એટલે લખાણના મૂળ માલિક કે અન્ય વ્યક્તિને જે-તે લખાણનો હિસ્સો કે સંપૂર્ણ વિગતો વિશે સંશોધન કે પ્રકાશન કરવાનો સૌ પ્રથમ હક આપે તે. આ હકદાર વ્યક્તિ જ જે તે લખાણનો ઉપયોગ સૌ પ્રથમ વાર કરી શકે એવો અધિકાર.
દુનિયાનાં અગણિત રહસ્યો આવી અપ્રકાશિત ડાયરીનાં પાનાઓમાં જ દફનાયેલાં રહેવાનાં એ નિવિર્વાદ સત્ય છે. ડાયરી કોણે લખવી, કેવી રીતે લખવી વગરેનાં કોઈ ચોક્કસ માપદંડ નથી, પણ તેમ છતાંય ગૂગલ મહારાજ ડાયરી લખનારને એ વિશેય દિક્ષા-શિક્ષા આપી શકે એમ છે. બાકી, પોતે આચરેલાં (કુ)કર્મો, `કોડવર્ડ'માં નોંધીને ડાયરી લખનારા બુકીઓ અનેસટોડિયાઓ પણ ભર્યા છે, સંસારમાં!
PS: ઉપર ઉલ્લેખેલી તમામેતમામ ડાયરીઓ પર અલગથી નોંધ થઇ શકે એવી ગુંજાયેશ છે જ.. પણ એ વિષે ફરી ક્યારેક..
Thursday, March 12, 2015
Friday, July 18, 2014
: એક સ્મરણ- નોંધ : બાબુભાઈ રાણપુરા ...
Wednesday, June 18, 2014
જમણવારનો જયજયકાર...
આજથી ત્રણ દાયકા પહેલા સુધી જમણવારમાં પંગત પડતી. આપણા પૂર્વજો આરોગ્યની સુખાકારી વિષે સભાન હોવાથી જમતી વખતે ખોટી ઉતાવળ મંજુર રાખતા ન હતા એટલે ભોય પર જ પાટલા કે પાથરણા / પટ્ટા / આસનીયા પાથરીને સામસામે હરોળમાં બેસીને જમવાનો રીવાજ હતો . વણલખ્યા નિયમ અનુસાર પ્રથમ પંગતમાં પુરુષો જ બેસતા. કદાચ નાના બાળકોનો વારો બી આવી જાય (આપણો સમાજ ત્યારે પણ પુરુષ પ્રધાન હતો !!! ) જેવા પાટલા મંડાય કે રસોડામાંથી પીરસણીયાઓની ફોજ હુદુડુંડું કરતી દોટ મુકે. બધાના હાથમાં ગજા પ્રમાણે શાક ભરેલા કમંડળ , દાળ / કઢી / બાસુંદી ભરેલી ડોલ . પૂરી પાપડ , કચુમ્બર ( કોઈ વાર જ ) અને ફરસાણ ભરેલા મોટા મોટા બાજુ ( બાજુ એટલે પહોળા અને જરા ઊંડા મોટા વાટકા ) હોય . આ પીરસણીયાઓ મોટાભાગે માંડવા પક્ષના ભાઈ -ભાંડરડા,ભાઈબંધો,પાડોશીઓ જ હોય અને મોટેભાગે જમવા બેસનારથી પરિચિત હોય એટલે આગ્રહ કરીને જમાડે પણ ખરા . વળી કોઈની ગ્રહદશા સારી ચાલતી હોય તો ચોકઠાં ય ગોઠવાઈ જાય . પુરુષ વર્ગ જમી ઉઠે પછી ફટાફટ નવા પડિયા પતરાળા મુકાઈ જાય અને વારો આવે સ્ત્રીવર્ગનો..ખાધેપીધે સુખી ઘરની મહિલાઓ એકવાર પાટલા પર પથરાઈને બેસે પછી જમીને ઉઠવામાં ખાસ્સી તકલીફ પડે એટલે જમી લીધા પછી ય આ જાજરમાન મંડળીઓ નિરાતે વાતોના વડા કરતી દેખાય. કદાચ આવા જ કારણોસર કોઈ ખુબ લંબાણથી માંડીને , વિસ્તૃત વાત કરે તો એને માટે ' પાટલો માંડીને વાત કરે છે " એવો રૂઢીપ્રયોગ ચલણમાં આવ્યો હશે.
નીચે બેસીને જમવામાં એક અલગ મજા હોય . જમવાનું પીરસાય એ પહેલા બે - ત્રણ જણા ' ઢીંચણીયુ / ઢેચણીયુ ' લઈને નીકળે . કોઈને પગ વાળીને બેસવાની તકલીફ હોય તો એ પલાઠી વાળે ત્યારે ઘૂંટણ નીચે આ ઢેચણીયુ કે ઘુટણીયુ મુકે એટલે પગને જરા ટેકો મળી રહે અને તકલીફ ઓછી થાય . એક ઓળખીતાના જેન-નેક્સ્ટ દીકરા માટે આ ઢેચણીયુ તદ્દન ભળતા ગ્રહનો શબ્દ હતો . અંતરિયાળ ગામડામાં આ પરિવાર કૌટુંબિક પ્રસંગે જમવા ગયા ત્યાં જમવા બેસતા કોઈએ આ કોમ્પ્યુટર કીડ ને ઢેચણીયુ જોઈએ છે? એવું પૂછ્યું, આ ડ્યુડ ને એમ કે કઈ ખાવાની વાનગી નું પૂછે છે તો એણે જવાબ આપ્યો " આવવા દો , ચાખી જોઉં , ભાવશે તો બીજું લઈશ "
ત્યારે જમણવાર માં એક શાક - તેલથી લથપથ , એક ફરસાણ - એક મીઠાઈ , પૂરી , તળેલા પાપડ - પાપડીથી જ થાળી / પતરાળી ભરાઈ જતી . ધીરે ધીરે પંગત પ્રથા ચાલુ રહી પણ જરા સુધરેલા - સો કોલ્ડ મોર્ડન સમાજ શ્રેષ્ઠીઓ એ ટેબલ ખુરસીની પ્રથા ચાલુ કરી . ધોળા બગલાની પાંખ જેવા ટેબલ ક્લોથની માંગ એકાએક જ વધી ગઈ . ટેબલ ખુરશી આવતા જ પડીયા - પતરાળાનો વિદાય સમારંભ ચુપચાપ ગોઠવાઈ ગયો ને સ્ટીલના ચકચકિત થાળી વાટકા માનભેર ટેબલ પર બિરાજમાન થઇ ગયા . પંગત પડે ત્યારે સ્ટીલના વાસણોનો ટીપીકલ અવાજ અનેકના જઠરાગ્ની પ્રદીપ્ત કરવા સક્ષમ હતો . કોઈને બુમ પાડવાની જરૂર જ ન પડે . બધા લગભગ તો મનગમતી કંપની શોધી ને મનગમતી જગ્યા એ ઉભા રહી જ ગયા હોય . મેનુ - જમણવાર ની વાનગી યાદી - રસથાળ માં ય થોડો ફેર પણ આખે ઉડીને વળગે એવો થયો. શાક એક ને બદલે બે , ફરસાણ ને મીઠાઈ પણ એવું જ . પૂરી એ પોતાનું સ્થાન અકબંધ રાખ્યું . તો નાના નાના પ્રસંગો એ યુઝ એન્ડ થ્રો વાળા ડીસ્પોઝબલ પ્લેટ - ગ્લાસ નું ચલણ પણ ચાલુ રહ્યું . જમણવાર પહેલા પીરસવામાં આવતા નાસ્તાઓમાં ડીસ્પોઝબલ પ્લેટ - ગ્લાસ મોખરે થઇ ગયા.
પરિવર્તન સંસારનો નિયમ છે એ ન્યાયે જમણવારો માં પણ આમૂલ પરિવર્તન આવ્યું . ટેબલ ખુરસી ને બદલે બુફે - ઉભા ઉભા જમવાની પ્રથા થઇ ગઈ. આ પ્રથા એ ભોજનવીરોને નિરાશ કર્યા . બેસી ને આરામથી જમવાની સગવાડ હતી એ ઝૂટવાઈ ગઈ એન બદલે મેલેમાઈનની ડીનર પ્લેટમાં જાતે પીરસી ને ખાવાનો વારો આવ્યો . લગ્નના જમણવારો એ ઘરના ફળિયાને બદલे highly પેઈડ પાર્ટી પ્લોટ્સ માં સ્થાન લીધું . જે જમણવારોમાં પહેલા વાનગીઓના નામ ગણાવવા આંગળીના વેઢા ય વધી પડતા હતા એને બદલે હવે મેક્સિકન / થાઈ / ઇન્ડીયન / શ્રીલંકન વગેરે કોન્ટીનેન્ટલ ફૂડ ડીશીઝના નામ પણ યાદ રાખવા મુશ્કેલ થઇ પડ્યા. જમણવારમાં જાણે કે હોડ લાગે કે કોણ કેટલી વાનગીઓ બનાવડાવશે. એક લગ્ન માં ૧૫૧ વાનગી ઓ હતી. આપણા ભારતીય પેટ ને માફક આવે એવી વાનગીઓ ગણીગાંઠી. પાણીપુરીના કાઉન્ટર પર ભયંકર ભીડ. મહેમાનો રીતસર અંદરો અંદર હુસાતુસી કરે કે તમે હમણાં જ પ્લેટ ભરીને પાણીપુરી લીધી હવે અમારો વારો . પછી વારો આવે દિલ્હી ચાટનો . તો ચાઇનીઝ નુડલ્સ ને કાંટા ને બદલે હાથથી જ મોમાં ઠુંસતા મહેમાનોની એટીકેટ્સ ઓહિયા થતી દેખાય.. મેક્સિકન કે થાઈ ફૂડ વિષે ભાગ્યે જ જાણતા આપણે લગભગ તો કાઉન્ટર બોય ને પૂછીએ કે આ આઈટમ ને શું કહેવાય , કેવી રીતે બનાવી છે , એમાં શું નાખ્યું છે . કેમ જાણે પેલા કાઉન્ટર બોયએ સંજીવ કપૂર ની કુકિંગ એકેડમી માં થી સર્ટીફીકેટ કોર્સ ન કર્યો હોય !!! એક ઉત્સાહી બહેને આવી જ રીતે એક કાઉન્ટર બોય ને એક મેક્શીકન આઈટમ ની રેસીપી પૂછી . પેલો કાઉન્ટર બોય મેક્સિકન ભાષા સિવાય કઈ સમજતો ન હોય એમ થોડીવાર તાકી રહ્યો. પછી પાછો પોતાના પીરસવાના કામમાં ગૂંથાઈ ગયો . પેલા બહેને એમની જીજ્ઞાસા વૃતિ માંડ માંડ કાબુમાં રાખી હશે એવું એમના ચહેરા પરથી સાફ વંચાતું હતું . આવા મોંઘા દબદબાવાળા જમણવાર શરુ થાય એ પહેલા મહેમાનોમાં સ્ટાર્ટર સર્વ કરવાનો ચાલ છે . યુનીફોર્મ પહેરેલા ગર્લ્સ અને બોયસ મોટી પ્લેટ માં સ્ટાર્ટર , પેપર ટીસ્યુ , ટુથ પીક , સોસ લઈને મહેમાનોમાં ફરતા રહે . ટેણીયા મેણ� ટીસ્યુ , ટુથ પીક , સોસ લઈને મહેમાનોમાં ફરતા રહે . ટેણીયા મેણીયા જો આ સ્ટાર્ટર ભાવી જાય તો એક જ આઈટમ પર મચી પડે. તો વળી ઘરડા - બુઢાઆ ટુથ પીક આઈટમ જોઈ ને જરા આશ્ચર્ય સાથે ઉચકે ને સોસ ની વાટકી માં ડુબાડે ને એક જ કોળીયાઆશ્ચર્ય સાથે ઉચકે ને સોસ ની વાટકી માં ડુબાડે ને એક જ કોળીયામાં પૂરું . પછી સળી પકડીને બેસી રહે . વળી કોઈક સીસક જ કોળીયામાં પૂરું . પછી સળી પકડીને બેસી રહે . વળી કોઈક સીસ્ટમ થી માહિતીગાર હોય તો અન્ય વૃદ્ધજન ને એ સ્ટાર્ કોઈક સીસ્ટમ થી માહિતીગાર હોય તો અન્ય વૃદ્ધજન ને એ સ્ટાર્ટર કેવી રીતટમ થી માહિતીગાર હોય તો અન્ય વૃદ્ધજન ને એ સ્ટાર્ટર કેવી રીતમ થી માહિતીગાર હોય તો અન્ય વૃદ્ધજન ને એ સ્ટાર્ટર કેવી રીતે ખાવું એ ડેમો આપે . સીઝન મુજબ જાત જાત ના જ્યુસ વહેચાય ધીમે ધીમે બધા જ જમણવાર ના મુખ્ય સ્થળ તરફ પ્રયાણ કરે . ત્યાં ય જુદા જુદા સૂપ હોય ને વાનગીઓ ના કાઉન્ટર હારબંધ ગોઠવેલા હોય . એ જ ભાવતી આઈટમ પર લોકો તૂટી પડે . ભારતીય વાનગીઓ ખાવામાં પોતે દેશી ગણાઈ જશે એ ભયે ભાવે કે ન ભાવે ભારતીય સિવાયની જ વાનગી ઓ ઝાપટે . સ્ટીલના થાળી વાટકા ને બદલે હવે મેલેમાઈન / જરા વધારે સદ્ધર પાર્ટી હોય તો કાચની પ્લેટસ એ સ્થાન લઇ લીધું છે . તો પુરીની ઇનીગ્ઝ પૂરી થઇ ગઈ હોય એમ તવા રોટી , રોટી , રૂમાલી રોટી , રોટલા , થેપલા , નાન , પરાઠા વગેરે ધૂમ મચાવે છે . મોટા પાર્ટી પ્લોટમાં કેટલીક વાર જુદા જુદા કાઉન્ટર વચ્ચે અંતર જોઇને એમ થાય કે જમી લીધા પછી યુઝડ પ્લેટસ ને મૂકી ને હાથ ધોઈ ને પાછા આવીશું ત્યારે ફરી ભૂખ લાગી જશે. પંગત પડતી ત્યારે જમી ને હાથ થાળીમાં ધોવાતા હોય એ દ્રશ્ય સર્વ સામાન્ય હતું . હવે બુફે પ્રથામાં હાથ ફરજીયાત ધોવા જ જવું પડે કારણ કે એક હાથે પ્લેટ પકડી ને બીજો હાથ પ્લેટમાં ધોવો કેવી રીતે એની રીત હજુ શોધાઈ નથી. વિખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે એકવાર સરસ રમુજ કરેલી . " ઢોસા નું કાઉન્ટર ક્યા છે / " એક મહેમાને બીજા ને પૂછ્યું . " આ પાણી પૂરી વાળા કાઉન્ટરની જમણી બાજુ ચાઇનીઝ છે પછી મેક્સિકન સ્ટાર્ટર છે અને ત્યાંથી ડાબી બાજુ ઢોસાનું કાઉન્ટર છે "બીજો મહેમાન ઉવાચ.
બિલકુલ આ જ પરિસ્થિતિ વર્તમાન લગ્ન સમારંભોનાં જમણવારમાં જોવા મળે છે . એકેય આઈટમ મન ભરી ને ખવાય નહિ ને તેમ છતાં ય જમી રહીએ ત્યારે વધુ પડતું ખવાઈ ગયાનું ભાન થાય એટલે મુખવાસમાં પાન વરીયાળી વગેરે ખાવા જ પડે . ક્યાંક પાન બનાવનારા શેરો શાયરી સંભળાવતા સંભળાવતા તમારા મોમાં પાન મૂકી આપે જેથી તમારે ફરીથી પાનવાળા હાથ ધોવા એક બે કિલોમીટર ચાલી ને અંદર ન જવું પડે અને સીધા ઘરભેગા થઇ શકો .
Desai Shilpa
(" काક્ભટ્ટ crauns..)ો .
Desai Shilpa
(" काક્ભટ્ટ crauns..)
Thursday, November 28, 2013
આમ સભા વચાળેથી નો ઉઠાય ,રમેશ....
તમને આલા ખાચર ને સોનલના સમ !t
પછી પેલી છોકરી ને રૂમાલ નું શું થાય ,રમેશ ...
તમને પેલી સિટીના હીચકા ના સમ !
સોનલને ચાહવાની ઋતુઓ સાઠ તો કેમ ભૂલાય ,રમેશ ..
તમને પેલી ઢાળ ઉતરતી ટેકરીના સમ !
છ અક્ષરના માલિક તમને હોકારો'ય ક્યાં દેવાય ,રમેશ ..
તમને ખડિંગ ને વિત।ન સુદ બીજના સમ !
આમ સભા વચાળેથી નો ઉઠાય ,રમેશ ..
તમને આલા ખાચર ને સોનલના સમ!!!
(Reposting..
❤️© Desai Shilpa ❤️










