-------------------------1-----------------------
To : vijayking@gmail.com
From :kakbhattuvach.com
માનનીય વિજયભાઈ,
કુશળ મંગલ?સેમ હિઅર ..
તમે જણાવ્યું હતું એમ આ સાથે એરોપ્લેન સાચવવાની ટીપ્સ મોકલું છું .અમલમાં મુકજો.
આભાર.
કાક.
સૌ પ્રથમ એરોપ્લેનને બીયર થી બરાબર ધોઈને લુછી લો.
એરોપ્લેનના બારી બારણા ખુલ્લા કરી દો. પાયલટ કેબીનમાં ફ્રન્ટ વિન્ડો પણ ખોલી નાખો. જેથી બીયર વ્હીસ્કી ની વાસ આવતી બંધ થઇ જાય
બની શકે તો બધી સીટ્સ પણ છૂટી કરી ને એકવાર તડકે મૂકી દો.
બે દિવસ પછી બધી સીટ્સ પાછી યથાસ્થાને મૂકી બારી બારણા બંધકરી દેવા.
હવે એરોપ્લેનને કવર કરી દો. કવર માટે પ્લેનના લાઈફ જેકેટ્સ ઉપયોગમાં લઇ લેવાય.
બારી બારણા બંધ કરતા પહેલા પ્લેનમાં સારી કંપનીનું એર ફ્રેશનર છાંટવા નું ભૂલાય નહી.
દર ત્રીજા દિવસે પ્લેનની બેટરી ને સેલ મારવો જેથી બેટરી ઉતરી ના જાય.
પ્લેન સ્ટાર્ટ ન થાય તો આપણે જે દેવીદેવતામાં માનતા હોઈએ તેનું ત્રણવાર જોરથી સ્મરણ કરવું. દા. ત. જય માતા દી..કે પછી હર હર મહાદેવ...વગેરે વગેરે
દર પંદર દિવસે એરોપ્લેન બીયરથી ધોવું જેથી પ્લેનની ચમક જળવાઈ રહે.
બસ વિજયભાઈ, અત્યારે તો આટલું ધ્યાન રાખશો તો ય તમારા સફેદ હાથી સચવાઈ જશે. તેમ છતાંય, જો તમને પ્લેન સાચવવાની તકલીફ પડે તો એક એક પાર્ટ છૂટો કરીને અમારા અમદાવાદમાં ગુજરી બજારમાં વેચી મારજો. આ ગુજરીબજાર રીવર ફ્રન્ટ પાસે જ ભરાય છે. અમારા નિષ્ણાતો આ પાર્ટ્સનો ભંગાર " વિજયી આકર્ષણ " ના નામે રાઈડ મૂકી દેશે.
સીડ અને અનુના છમકલા કહેતા લફરાઓ વિષે વાંચીને તમને યાદ કરીએ છીએ.
હા,બીજી મહત્વની વાત ..મહેરબાની કરીને આ મેઈલનો રિપ્લાય ગુજરાતીમાં ન આપશો..તમે હમણાં નવરી બજાર છો તો તમને આવાં ગતકડાં સુઝશે પણ હમ નવરે નહી હૈ ..ટાઈમ વેસ્ટ હમકો પરવડતા નહી હૈ.તમારું લખેલું ગુજરાતી સમજવા માટે ડિક્શનરી કઈ લેવી એ સમજણ પડતી નથી ..માટે તમે ઇન્ગ્લીસમાં જ લખજો ..
અસ્તુ.
Yours truly,
Kak.
--------------------2--------------------
To : kakbhattuvach.com
From : vijayking@gmail.com
Dear Kak,
Received your mail..ammazing man...really very useful tips to keep an aeroplane up to date .
I have instructed my staff to follow these tips ..though I am "navri bajaar" as u rightly said ..i also keep an eye on the whole system .
Nothing more to pen . News papervalas and other media literally chase me wherever i go as if they are vodafone network puppy ..fed up of all these damn bloody stuff. Once upon a time i was very much fond of this type of publicity but now the scenario is not the same . Every other day they find my faults without fail and put me in the weird situation .. Cant bear this now .. U won't believe but sometimes even I learn from the media about my scams!!!
Sid is fine and doing fair with his deals ..he would surely earn more name and fame ..
Ok ..i think i wrote too much..need some energy drink and a proper rest ..
See you soon ..
Yours lovingly,
VJey..