જાહેર જનતાના હિતમાં જારી:
૧.અા લખાણ મનદુરસ્તી માટે હાનિકારક બની શકે છે. કોઇ પણ પ્રકારની હાનિ માટે હમો જવાબદાર નથી.
૨.જો કોઇને આ ભાષાંતર વાંચ્યા પછી ઢાંકણીભર પાણીમાં ડૂબી જવાની ઇચ્છા થાય તો અે માટે ઢાંકણી ,પાણીનો પ્રબંધ સદરહુઅે પોતે કરવાનો રહેશે.
૩.દેશીવિદેશી અૉર્ડર લેવામાં અાવશે નહીં જેની નોંધ લેવી અને યાદ રાખવી.
૪. આ યાદીની અધિકૃતતા અંગે કોઈ પણ પુછપરછ કરવાની સજ્જડ મનાઈ છે.
૫. આ યાદીમાં સ્વેચ્છાએ સુધારો /વધારો કરવાનો કોઈને અધિકાર નથી.
૬.આ યાદી હજી પાશેરામાં પહેલી પૂણી છે. ભાવકે પોતાનાં જોખમે નવી યાદી બહાર પડે જોતાં રહેવું.
૧.ઘર કી મુર્ગી દાલ બરાબર - The hen of house is equal to Daal .
૨. સાપને ઘેર સાપ પરોણો -Snake guest at snake's house
૩. ઘર ખાવા દોડવું - House runs to eat
૪. ઘરભંગ થવું - House to be fractured
૫.ધરતીનો છેડો ઘર - The earth"s end is house