રોજ સવારે સૂરજ દેખાય તે તારી હયાતીનાં હસ્તાક્ષર નહિ તો બીજું શું?
નહિ તો ,આ રૂ જેવા વાદળામાં પાણી કેમ ભરાય તે મને કહે તું..
સમયાન્તરે મૌસમ બદલાય તે તારી હયાતીનાં હસ્તાક્ષર નહિ તો બીજું શું?
નહિ તો ,આ મેઘધનુષ અર્ધગોળાકાર જ કેમ થાય તે મને કહે તું...
ફૂલછોડ્માં રંગોળી પૂરાય તે તારી હયાતીનાં હસ્તાક્ષર નહિ તો બીજું શું?
નહિ તો,આ કોચલામાંથી પતંગિયા કેમ ઊડી જાય તે મને કહે તું..
જન્મનો માર્ગ મ્રુત્યુ સુધી જ જાય તે તારી હયાતીનાં હસ્તાક્ષર નહિ તો બીજું શું?
નહિ તો,ચોર્યાસી લાખ ફેરા પૂરાં કેમ કરીને થાય તે મને કહે તું.........
શિ.