।"મૈંત્રી" શબ્દ વિચારો તો..કોનું નામ આવ્યું તમારા મનમાં? ના ના, આ કમ્પલસરી ક્વેશ્ચન નથી. khabarchhe.com પર આજથી શરુ થતી આ પત્રમૈત્રી-યાત્રા અર્પણ છે એવા સહુ દોસ્તોને , જે પોતાની મૈત્રી સમજી ંશક્યા, સાચુકલો/ સાચુકલી દોસ્ત મેળવીને ટકાવી રાખવા ભાગ્યશાળી બની શક્યા. અર્પણ છે એવા સહુ દોસ્તોને , જે કોઈવાર સંજોગો અનુસાર છુટાં પડી જવું પડ્યું તો ય મૈત્રીની ગરિમા જાળવી શક્યા..મૈત્રી એકાદ દિવસની મોહતાજ ન હોઈ શકે.. કંઈ કેટલાંય પુણ્યો ચિત્રગુપ્તના ચોપડે બોલે ત્યારે જઈને માંડ એક મિત્ર મળે.હાલતાં ને ચાલતાં કેળવાય એને મૈત્રી નહીં ,સંપર્ક કહેવાય.
#HappyFriendshipDay 💐