Thursday, July 23, 2009

પંચમહાતત્વ...

રસ્તો બનીને આંખમાં પથરાતી.....પ્રતિક્ષા....

ભડકો બનીને પોતે જ બળતી....પ્રતિક્ષા.....

વરસાદ બનીને અંતરમાંથી ઉભરાતી ....પ્રતિક્ષા.....

સુગંધ બનીને અંતરમાં મહેક્તી...પ્રતિક્ષા....

ફલક બનીને આંખમાં વિસ્તરતી...પ્રતિક્ષા.....


શિ.


the first word of each line is a symbol of PANCHMAHATATVA..i.e.prithvi,agnee,water,vaayu and aakaash..and the word PRATIKSHA is a symbol of AATMA- SOUL.

Monday, July 13, 2009

વિરહિણી....

ફૂલગુલાબી ફાગણ ને સાજણ તારા વાયદા...
ખીલી ઉઠવાની મૌસમ ને સાજણ તારા વાયદા....
મ્હોરી ઉઠ્યા આંબા ને સાજણ તારા વાયદા..
ધગધગતા વૈશાખી વાયરા ને સાજણ તારા વાયદા....
અષાઢી વાદળાના ાઅણસાર ને સાજણ તારા વાયદા...
વરસાદી માટીની ગંધ ને સાજણ તારા વાયદા...
આઠમની માઝમ રાત ને સાજણ તારા વાયદા...
માગશરમાં ઢબૂકતા ઢોલ ને સાજણ તારા વાયદા...
ફૂલગુલાબી મૌસમ ને સાજણ તારા વાયદા....
શિ.

Wednesday, July 8, 2009

તડકો ....

તડકો તળાવમાં ધૂબાકા મારે
તો ય પરસેવે ન્હાય!!!
કોઇક તો એને ઠારો 'લ્યા,
એ બચ્ચાડો ક્યાં જાય!!!
આ તારામઢ્યું આકાશ ઓઢાડો એને...
જે થોડી ઠંડક થાય...
થોડી બીજની ચાંદની પાવ..
કંઠને રાહત થાય...
તડકો બચ્ચાડો સાવ ઓશિયાળો,
કોઇ ના એની દયા ખાય...
એ ય ને..તડ્કો તળાવમાં ધૂબાકા મારે...
તો ય પરસેવે ન્હાય!!!!
shi.

Monday, July 6, 2009

હયાતીના હસ્તાક્ષર...

રોજ સવારે સૂરજ દેખાય તે તારી હયાતીનાં હસ્તાક્ષર નહિ તો બીજું શું?
નહિ તો ,આ રૂ જેવા વાદળામાં પાણી કેમ ભરાય તે મને કહે તું..
સમયાન્તરે મૌસમ બદલાય તે તારી હયાતીનાં હસ્તાક્ષર નહિ તો બીજું શું?
નહિ તો ,આ મેઘધનુષ અર્ધગોળાકાર જ કેમ થાય તે મને કહે તું...
ફૂલછોડ્માં રંગોળી પૂરાય તે તારી હયાતીનાં હસ્તાક્ષર નહિ તો બીજું શું?
નહિ તો,આ કોચલામાંથી પતંગિયા કેમ ઊડી જાય તે મને કહે તું..
જન્મનો માર્ગ મ્રુત્યુ સુધી જ જાય તે તારી હયાતીનાં હસ્તાક્ષર નહિ તો બીજું શું?
નહિ તો,ચોર્યાસી લાખ ફેરા પૂરાં કેમ કરીને થાય તે મને કહે તું.........
શિ.

Saturday, July 4, 2009

મારા સમ....

ચાલ,મોગરાની ઉઘડતી કળી બની જઈએ..
વરસાદના સમ....
ચાલ,લીલુછમ્મ પાંદડુ બની જઈએ...
વરસાદના સમ...
ચાલ,ભીની માટીની મહેંક બની જઈએ...
વરસાદના સમ..
ચાલ,પંખીનો ટહૂકો બની જઈએ...
વરસાદના સમ...
એના કરતાં ચાલ...વરસાદ જ બની જઈએ...
મારા સમ...
શિ.

Wednesday, July 1, 2009

સ્નેહ..

તું વાદળ બનીને વરસી જો,
હું દરિયો બનીને તરસી જોઉં...
તું ચાતક બનીને તરસી જો,
હું વરસાદ બનીને વરસી જોઉં...
તું મોર બનીને ટહૂકી જો,
હું ટહૂકો બનીને વિસ્તરી જોઉં..
તું પ્રેમ બનીને ટપકી જો,
હું પ્રાણ બનીને ધબકી જોઉં...

શિ.