કહેવતો/રુઢિપ્રયોગોના અર્થને મચેડવાનો આ એક સન્નિષ્ઠ પ્રયાસ છે.
આજના નવ મણકા અત્રે પ્રસ્તુત છે.
૧.નાક પર માખી ન બેસવા દેવી :. Bee not allowed to sit on the nose
૨. નાકની દાંડીએ : at the stick of nose
૩.નાક કાપવું: to cut the nose
૪. નાક ફાટવુ : to tear the nose
૫. કાન કાપવા : to cut the ears
૬. કાનમાંથી કીડાં ખરવાં : insects falling down from the ears
૭. દાંત તોડવા : to break teeth
૮. હાથ કલમ કરવા : to make hand a pen
૯. હાથ પીળા કરવા : to colour hands yellow .
જાહેર જનતાના હિતમાં જારી:
૧.અા લખાણ મનદુરસ્તી માટે હાનિકારક બની શકે છે. કોઇ પણ પ્રકારની હાનિ માટે હમો જવાબદાર નથી.
૨.જો કોઇને આ ભાષાંતર વાંચ્યા પછી ઢાંકણીભર પાણીમાં ડૂબી જવાની ઇચ્છા થાય તો અે માટે ઢાંકણી ,પાણીનો પ્રબંધ સદરહુઅે પોતે કરવાનો રહેશે.
૩.દેશીવિદેશી અૉર્ડર લેવામાં અાવશે નહીં જેની નોંધ લેવી અને યાદ રાખવી.
૪. આ યાદીની અધિકૃતતા અંગે કોઈ પણ પુછપરછ કરવાની સજ્જડ મનાઈ છે.
૫. આ યાદીમાં સ્વેચ્છાએ સુધારો /વધારો કરવાનો કોઈને અધિકાર નથી.
૬.આ યાદી હજી પાશેરામાં પહેલી પૂણી છે. ભાવકે પોતાનાં જોખમે નવી યાદી બહાર પડે જોતાં રહેવું.