મારી આંખમાં ગોરંભાતી તારી યાદો ને
આંખો સાંબેલાધાર મેઘ...
મારે તને કહેવું તો શું???
મારા સ્મરણોમાં તારી વાતો ને
સપનાઓમાં માત્ર તું એક....
મારે તને કહેવું તો શું???
મારી નસેનસમાં વહેતું તારું નામ ને
ધબકે તું ધબકારમાં પ્રત્યેક...
મારે તને કહેવું તો શું???
ShiD.
No comments:
Post a Comment