તમે બહારગામ જવા માટે સામાન બાંધતા હો એ જોવા છતાં પણ .." તમે બહારગામ જાવ છો ? " એવું પૂછનારા 100% તમને પણ ભટકાયા જ હશે . તમારામાં હોશિયારી ભારોભાર ભરી હોય, સામેવાળાને એ ખબર પણ હોય તેમ છતાય સામાન કેમ વ્ય્વશ્થીત પેક કરવો એ વિષે સલાહ સૂચનો આપનારા પણ મળ્યા જ હશે ....આવા હિતેચ્છુઓને જુદી જુદી કેટેગરી માં વહેચી શકાય :
1. ખણખોદીયા હિતેચ્છુ :
આ પ્રકાર ના હિતેચ્છુઓને તમારા બહારગામ જવા વિષે જ નહિ પણ તમારા બહારગામના A - to - Z કાર્યક્રમોની વિગતો જાણવામાં પણ બેહદ રસ હોઈ છે ને જોવાની ખૂબી એ છે કે તમે એને જે પણ details આપો એમાં લાલા અમરનાથની જેમ expert comment ફટકારે જ ....ક્યારેક તમને તમારા બુદ્ધિ આંક વિષે સંદેહ જાગે એ હદ સુધી માનસિક ત્રાસ ગુજારે
2. જસ્ટ - ટુ -નો ટાઈપ હિતેચ્છુ :
આ પ્રકારના હિતેચ્છુ તમારી બહારગામની વિગતો - - તારીખો હોટેલો વગેરે વિષે શક્ય એટલું વધુ જાણવાનો પ્રયત્ન કરે અને કહે કે ' જસ્ટ - ટુ -નો "...." જસ્ટ - ટુ -નો' . આ જસ્ટ - ટુ -નો માં તમારો મોટાભાગનો પ્રવાસ કવર થઇ જાય ....
3. તારણહાર હિતેચ્છુ:
તમે બહારગામ ક્યાં જવાનાં છો એ જાણ્યા પછી ફટ્ટ કરતાંક ને એ સ્થળ પર રહેતા પોતાના સગા વાહલા ની ગણતરી કરાવી દે . અને ઉમેરે .. " કઈ પણ જરૂર હોય તો બોસ્સ બિન્દાસ આમનો કોન્ટેક્ટ કરજો ....આપણું નામ દેજો તમતમારે ...." આ તારણહાર હિતેચ્છુ મનમાં એ પણ જાણતા હોય છે કે આપણે કી ફોન બોન કરવાના નથી જ નથી . કદાચ એટલે જ કહ્યું હોય માત્ર છાકો પાડવા કે ઈમ્પ્રેસ્સ કરવા . એમ પણ બને કે જે તે સગા વહાલા સાથે એમને પણ કોઈ ખાસ સંબંધ ના હોય . હા માત્ર સંપર્ક પુરતી માહિતી હોય એમ બને ...
4. MBA - મને બધું આવડે ટાઇપ હિતેચ્છુ :
આ કેટેગરીના હિતેચ્છુઓ સૌથી વધારે ખતરનાક હોય છે . એ તમારા ટીકીટ બુકિંગ , હોટેલ બુકિંગ માં કઈ કરાવી શકતા નથી પણ તમે મહા મહેનતે પેક કરેલી બેગો ધરાર ખાલી કરાવે જ . " અમે US ગયેલા ત્યારે બધાની બેગો મેં જ પેક કરેલી ...' કે પછી ..... " મારે તો એના પપ્પા ને વારે વારે બહારગામ જવાનું થાય અને બેગ પેક કરવાનું તો મારે માથે જ આવે એટલે આમાં આપણી ભયંકર માસ્ટરી આઈ ગઈ છે .પુછાઈ જોજો કોઈનેય .".. કહેવાનું તાત્પર્ય એટલું જ કે તમારી બધી જ મહેનત એમની માસ્ટરી આગળ પાણી ભરે ....ને બેગો ખોલાવ્યે જ છૂટકો કરે .
5. હેલીકોપ્ટર હિતેચ્છુ :
હેલીકોપ્ટર જોયું છે ને ? ...ઉપર પંખો ફર્યા કરતો હોય ....એક્જેટલી એ જ રીતે આ પ્રકારના હિતેચ્છુઓ તમારી ઉપર જ ફર્યા કરે ..જ્યાં સુધી બેગો બહાર રીક્ષા કે કાર માં મુકાય ના જાય ત્યાં સુધી એમની રેકર્ડ ચાલે . ક્યારેક તો બેગો મુકાય જાય પછી પણ એમની ક્વેશ્ચન બેંક ખુલેલી જ હોય ..information desk પણ સતત update થયા કરે ..!! "...ટીકીટ કીધી ? ....પૈસા લીધા ? ...સાચવજો હો એ બાજુ ચોરીનો ઉપદ્રવ જરા વધારે છે . અમારે થયેલું એવું એકવાર .... આપણા મનમાં ચોરભાઈ માટે લીટરલી માં થઇ આવે કે આટલી ચોક્કસ ને ને પણ લુટી લીધી ? સામાન ફટાફટ વાહન માં મૂકી ને આપણે ડ્રાઈવર ને કહીએ કે ..." ફટાફટ ભગાવ ભાયલા ....બહુ મોડું થઇ ગયું .." થોડીવાર રહીને પાછળ પણ જોઈ લઈએ કે હેલીકોપ્ટર પાછળ તો નથી આવતું ને ક્વેશ્ચન બેંક લઇ ને....
સાર : ગમે એવા હોશિયાર .....ચાલાક ....ચતુર હિતેચ્છુઓ તમને મળ્યા હોઈ ...પણ જરૂર પડ્યે તમને તમારી જ વિવેકબુદ્ધિ કામે લાગતી હોઈ છે . પછી વારેતહેવારે આપણે આપણો અનુભવ અન્યત્ર હિતેચ્છુ બનીને સત્યનારાયણ ના શીરાની જેમ બહુજનાય લાભાર્થે વહેચીયે છીએ . વહેચીયે છીએ ને ? ...... સાચું બોલજો .......
- શિલ્પા દેસાઈ
(काકોપનિષદમાંથી)
Simply superb!
ReplyDeleteઆ લેખમાં ત્રણ બાબતો છે: એક તો નિરૂપણ. બીજું તે ચેતવણી. અને ત્રીજી... પ્રેરણા. અવનવી વ્યાવસાયિક કારકિર્દીનો રાફડો ફાટ્યો છે ત્યારે આમાંની કોઈ કારકિર્દી અપનાવી શકાય કે કેમ, એ અંગે વિચારવા જેવું છે. ઑફિસની બહાર પાટીયું આવું હોય- 'હેલીકોપ્ટર હિતેચ્છુ સર્વિસ'. મોટા ભાગના લોકો તો 'હેલીકોપ્ટર' વાંચીને જ ભીડ જમાવે.
ReplyDelete