કહેવતો/રુઢિપ્રયોગોના અર્થને મચેડવાનો આ એક સન્નિષ્ઠ પ્રયાસ છે.
"પગ" સંબંધી કહેવતો/રુઢિપ્રયોગોમાંથી ચુંટેલા નવ કહેવતો /રુઢિપ્રયોગો અત્રે પ્રસ્તુત છે.
૨.પગ કુંડાળામાં પડવો: to drop foot in a circle
૩.પગ તળેથી જમીન ખસવી :floor moving under the foot
૪. પગ છૂટો કરવો:to dismiss the foot
૫.પગ જમાવવો :to curdle the foot
૬.પગે કીડીઓ ચડવી: ants climbing on feet
૭.પગ ભારે થવા: foot becoming heavy
૮.પગ તૂટવા : having fracture in foot
૯.પગમાં ચક્કર હોવું : having disc in foot
૧.અા લખાણ મનદુરસ્તી માટે હાનિકારક બની શકે છે. કોઇ પણ પ્રકારની હાનિ માટે હમો જવાબદાર નથી.
૨.જો કોઇને આ ભાષાંતર વાંચ્યા પછી ઢાંકણીભર પાણીમાં ડૂબી જવાની ઇચ્છા થાય તો અે માટે ઢાંકણી ,પાણીનો પ્રબંધ સદરહુઅે પોતે કરવાનો રહેશે.
૩.દેશીવિદેશી અૉર્ડર લેવામાં અાવશે નહીં જેની નોંધ લેવી અને યાદ રાખવી.
૪. આ યાદીની અધિકૃતતા અંગે કોઈ પણ પુછપરછ કરવાની સજ્જડ મનાઈ છે.
૫. આ યાદીમાં સ્વેચ્છાએ સુધારો /વધારો કરવાનો કોઈને અધિકાર નથી.
૬.આ યાદી હજી પાશેરામાં પહેલી પૂણી છે. ભાવકે પોતાનાં જોખમે નવી યાદી બહાર પડે જોતાં રહેવું.
:) :)
ReplyDelete:-D:-D:-D:-D
ReplyDelete:-D
Deleteવાહ! મઝા આવી ગઈ!
ReplyDeleteThanks birenbhai
Deleteએક્સલન્ટ શિલ્પાબેન :)
ReplyDeleteenjoyed!
ReplyDelete