Thursday, August 11, 2016

ડાબોડી કે જમોડી?

Published in મુંબઈ સમાચાર,૧૧/૦૮/૨૦૧૬ ગુરુવાર, લાડકી પૂર્તિ,"મરક મરક" 

        ચાર વાર રિજેક્ટ થયા પછી અંતે મુળજીકાકાને અમેરિકાના વિઝા મળ્યા ખરાંજિંદગીમાં ક્યારેય વિમાનમાં બેઠેલા નહીં ને બેસવાનું આવ્યું તે સીધાઅમેરિકાની  વાટ પકડીપાસપોર્ટ ગળે લટકાવવાથી માંડીને વિમાનમાં કેવી"ટેક કેર "કરવાની  વિશે બરાબર ગોખાવેલું મુળજીકાકાના જામા ગીગાએ,જેથી કરીને અમેરિકા સુધીના પ્રવાસમાં તકલીફ  પડે.(મુળજીકાકા મુળ જામનગરના અને અેમનો દીકરો ગીગો  તબિયતનો જરા રાંકડો એટલે જામનગરનો ગીગો ,ટંુકામાં જામો ગીગો તરીકે ઓળખાતોએરપોર્ટ પર મુળજીકાકાને લેવા જામો ગીગો સમયસર પહોંચી હૌ ગયો.મુળજીકાકા અભિમન્યુના સાત કોઠા જેવી અભેદ અને ચુસ્ત  અમેરિકન સિક્યુરીટી સુપેરે પાર કરીને બહાર આવ્યા ને ગીગાને જોતાંવેંત  રાડ પાડીગીગો દોડતોક આવીને બાપાને પગે લાગ્યો.બાપાએ એને બાવડેથી ઝાલીને ઊભો કર્યો અને ભેટી પડ્યાં.મેળમિલાપનો કાર્યક્રમ પત્યો એટલે ગીગો બાપાને ટેક્સી ભણી દોરી ગયો.સામાન ડેકીમાં મુકીને મુળજીકાકાએ પોતે ડ્રાઈવરની જોડે આગળ બેસશે એમ કહીને જવાબની રાહ જોયા વિના કારના આગલા ભાગે આવીનેડાબો દરવાજો ખોલ્યો.દરવાજો ખોલતા વેંત  અવાક્ થઈને જોઈ રહ્યા.સામે પક્ષે કારનો ડ્રાઈવર પણ ડઘાઈ ગયો.એટલામાં ગીગો દોડતો આવ્યો ને બોલ્યો: "બાપુજીઓલી કોર્ય ". ને મુળજીકાકા ઉવાચ્ : "  ગાડી તો ડાભોડી છે.આપણાને અથડાવી મારે એવી ગાડી હુ કામ લય આયવો ગીગા? " ગીગો મુળજીકાકાને માંડ સમજાવી શક્યો કે આંયા અમેરિકામાં  લેફ્ટહેન્ડ ડ્રાઈવનો નિયમ છે.કાકા બેઠા તો ખરાં પણ પેલા અમેરિકન ડ્રાઈવરને એમણે પુછ્યું :"  તે હેંઆંયા હંધાય ને હાર્ટ જમણી કોર્ય હોય?" ને પેલા ધોળિયાએ સમજ્યા વિના  હામાં માથું ધુણાવી મુક્યું.ને પત્યું .મુળજીકાકાના મનમાં શંકા ઘર કરી ગઈ કે અહીં બધું ઊંધુ  હોય .એરપોર્ટથી ઘરે પહોંચતા સુધીમાં "ટીયરીંગડાબી બાજુ હોવા વિષે ગીગાને ભયંકર પુછપરછ કરીને મગજ લગભગ કાણુંકરી નાંખ્યું.ને પછી ફળશ્રુતિ રુપે ગાડીમાંથી ઊતરતા  એમણે સ્ટેટમેન્ટફટકાર્યું :"  ડાભોડીઓનો દેસ છે."બાકી હતું તે ઘરના દરવાજે આગળિયો ડાબી બાજુ ફીટ કરેલોહવે કાકાનો વહેમ ખાતરીમાં પલટાઈ ગયોગીગો આખા રસ્તે ચાલુ રહેલી કાકાની ધુંવાધાર બેટિંગના પ્રતાપે કંઈ બોલવાની સ્થિતિમાં નહતોપોતાનો રુમ ડાબી બાજુ છે  જોઈને કાકાને ગીગો ય ડાભોડી થઈ ગયો એવી શંકા પડી "ડાભોડીને "જમ્ભોડીનું ભુત કાકાના માથેથી  ઊતારતા ગીગાને પંદર દિવસ થયાં

             ત્રીજા કે ચોથા ધોરણમાં એક "ડાબો કે જમણો?" એવો કાકાસાહેબ લિખિત પાઠ આવેલો ત્યારે પહેલીવાર  " ડાબોડીને "જમોડીશબ્દોનો પરિચય થયેલોકાનમાં બુટ્ટી પહેરેલી તે પરથી કાકાસાહેબ ડાબોજમણો હાથ ઓળખતા શીખેલા.અમારાં એક માસી "જમીએ   જમણો હાથ " એમ કહેતાં પણ જમવાનું શરુ કયા હાથે કરવાનું  કદી  કહેજાણીતા હાસ્યલેખક સ્વ.બકુલત્રિપાઠીને યેનકેન પ્રકારેણ જમોડી બનાવી દેવાયેલા એમાં  તો નાના હોવાથીખાસ કંઈ વિરોધ  કરી શક્યા પણ એમના અક્ષરોએ બંડ પોકાર્યું અને  કહ્યામાં  રહેતાં ખરાબ થઈ ગયાતો બીજાં હાસ્યલેખક શ્રી વિનોદ ભટ્ટની શારીરિક તકલીફોએ એમને જમણા હાથને બદલે ડાબા હાથે લખવા મજબુર કર્યાં .પાકા ઘડે કાંઠા  ચડે  કહેવતને વિનોદભાઈએ ખોટી પાડી ને ડાબા હાથે   સુવાચ્ય લખી શકે છેગાંધીજી બંને હાથે લખી શકતાં . "હિંદસ્વરાજ"  જમણા  હાથે લખતા થાક્યા તો ડાબા હાથે લખી

આપણા દેશમાં ડાબા હાથની કાયમ અવગણના થતી આવી છેજમણો હાથ દાન કરે તો ડાબા હાથને ખબર  પડવી જોઈએ એને સાચું દાનકર્મ કહેવાયકેમજમણો હાથ દાનવીરનો છે તો ડાબો હાથ એના શરીરની બહાર આવેલોછેપુજાપાઠ હંમેશા જમણા હાથે  કરાય એવી સમજ બાળકના મનમાં  સાવ કાચી ઉંમરથી રોપી દેવાય.

અમારા એક પરિચિતને ત્યાં સત્યનારાયણની કથા હતીને પરિચિતની -સાત વરસની દીકરી કથામાં બેઠેલીમહારાજે કહ્યુ :" બેબી ગણપતિ દાદાને કંકુથી તિલક કરો " ને બેબીબેને ડાબા હાથે ગણપતિદાદાને તિલક કર્યુંમહારાજ આઘાત પામી ગયાકળ વળતા એમણે બેબીને સમજાવ્યું કે  જે હાથે જમે છે  હાથથી  તિલક કે પુજા કરાય.એટલે બેબીબેન બોલ્યા: "પણ અંકલ.  હું તો  હાથથી  જમુ છુંહેં ને મમ્મા?" મમ્માએ હસીને હા કહી એટલે મહારાજ જરા નારાજગી થી બોલ્યા:  "યજમાન,પૂજાપાઠ જેવાં પવિત્ર કામ હંમેશા જમણા હાથે કરાયબહુ સામાન્ય સમજ છે  તોબેબી ગણપતિજીની મુર્તિ પર તિલક કરે છે   ડાબો હાથછે. "

હા સોરી મહારાજશું છે કે  ડાબોડી છે  તો  ડાબા હાથે  તિલક આર્ટિસ્ટીક અને માપસરનું કરી શકશે. . "

"તે જે કહેવાય તેજમણા હાથથી  તિલક કરો ચાલોમારે બીજે  કથા કરવાજવાનું છેબેબીબેન ,એક કામ કરો મેં તમારા હાથ પર નાડાછડીજી બાંધ્યાછે  જમણો હાથ છે એટલું યાદ રાખજો,બસબાકી બધું મારા પર છોડી દો. " બેબીબેનની મમ્માએ બેબીને પાછું ડાબું જમણું સમજાવ્યું અને  મહારાજને કથાજલદી પતાવવા સુચના આપી જેથી બધા વેળાસર જમવાભેગા થઈ શકે.

.  પોતાને ક્રિકેટમાં સર્વજ્ઞ માનતા અમારા એક વડીલે  એકવાર ખુબ આત્મવિશ્વાસ સાથે જ્ઞાન પીરસેલું. " એક ટાઈમ હતો કે જ્યારે ઈન્ડિયન  ક્રિકેટટીમમાં પાંચ પાંચ સોલિડ લેફ્ટીસ્ટ હતાં." વયમર્યાદાને ધ્યાનમાં રાખીને કોઈએએમને પ્રગટપણે તો કંઈ  કહ્યું હોય પણ મનોમન તો હસી  લીધું હશે

      ડાબોડીઓ માટે એવું કહેવાય છે કે એમનો બુધ્ધિઆંક ઊંચો હોય છેકળાનીસમજ પણ વધુ હોય છે.લઘુમતી કહી શકાય એવી  જમાતમાં  સિકંદર,પ્રિન્સ ચાર્લ્સ , મહારાણી વિક્ટોરિયા, જુલિયસ સીઝર ,જે.એફકેનેડી ,જેક - સીરીયલ કીલર ,બરાક ઓબામાજ્યોર્જ બુશ ,બીલ ક્લીન્ટન માર્ટીના નવરાતીલોવા,સચીન તેંડુલકર,સૌરવ ગાંગુલી,યુવરાજ સિંઘ,અમિતાભ બચ્ચન,અભિષેક બચ્ચન ,કપિલ શર્મા , નરેન્દ્ર મોદીરતન તાતા એન્ડ અબોવ ઓલ..મહાત્મા ગાંધી ..  બધા નામોનો સમાવેશ છે.ડાબોડીઓ ઘણે ભાગે મગજપર નિયંત્રણ રાખી  શકતા હોવાથી ગુસ્સો ખિસ્સામાં  મુકીને  ચાલે.


ખોંખારો : "ઊંધા હાથની અડબોથવિશ્વના ૧૦ થી ૧૨ % લોકો માટે સીધા હાથની હોય છે.



No comments:

Post a Comment