Saturday, May 27, 2017

પત્રમૈત્રી-૪૩ khabarchhe.com

https://m.khabarchhe.com/magazine_episode/i-am-writing-this-last-letter


See you again.. फिर मिलेंगे.. આવજો. 

૨૦૧૬ના ઑગસ્ટ મહિનામાં મૈત્રીપર્વના દિવસે શરુ થયેલી આ પત્રશ્રેણીનો આ પડાવ છે, મંઝિલ નહીં. મુગ્ધતાના જુદાં જુદાં વળાંક પર મળી ગયેલાં , અકારણ છૂટી ગયેલાં મિત્રોની મન કી બાતનો આલેખવાનો આ નાનકડો અમથો પ્રયાસ હતો. કોઈવાર કહેવા ચાહ્યું હશે પણ કહી નહીં શકાયું હોય , કોઈવાર સંજોગોએ કહેવા નહીં દીધું હોય , કેટલીય ઘટનાઓને શબ્દોએ સાથ નહીં આપ્યો હોય.. જે હોય એ, આ શ્રેણી માત્ર સપ્તક કે અંતરાની જ નથી પણ આપણાં સહુમાં ટમટમેલાં પણ અકાળે બુઝાઈ ગયેલાં દીવાઓની છે, આપણી પોતીકી છે. 
આ પત્રશ્રેણી પ્રગટ કરીને મારી નહીં આલેખાયેલી અધૂરી ઇચ્છાઓને મોક્ષ આપવાનાં પંડિતકર્મ  બદલ ખબરછે અને અંકિત દેસાઈનો ખાસ આભાર. પત્રયાત્રામાં સાથે ચાલેલા મિત્રોનો ય આભાર. 

એ જ લિ. 
ફરીથી કોઈ સફરમાં એકબીજાને જડી જઈશું એવી આશા સાથે,
દેસાઈ શિલ્પા .  

No comments:

Post a Comment