Tuesday, February 9, 2010

વરણાગિયો....

એક દિવસ વરસે અનરાધાર ને
બીજે દિવસે કોરુંધાક્કોર

આ મુઓ વરસાદ પણ વરણાગિયો..
ભીંજવે નહીં મને તરબોળ...

અમથે અમથા ફોરાં અડે ને.....
લાહ્ય ઉઠે ચારેકોર...

ShiD..

1 comment:

  1. સરસ!
    લો મને પણ કંઇ સ્ફુર્યું છે તો રજુ કરવાની ગુસ્તાખી કરૂં છું!!

    યાદ ને વરસાદ સાવ સરખે સરખા..
    કોરા રહીયે તો વરસતી રહે બરખા..

    યાદ આવે ને જાય; જાય ને આવે..
    ને આંખમાં ક્યારેક વરસાદ લાવે..

    કોરા કોરા વિચારો ને કોરી કોરી યાદ..
    સનમ હવે એની કોને કરીયે ફરિયાદ..

    વિજળી ઝબકે ને મનમાં કંઈક ખટકે..
    યાદોનું તો એવું ક્યાં જઈ એ અટકે..

    વરસાદની હેલી ને સાથે નથી સહેલી..
    જિંદગી જાણે વણઊકેલી કોઇ પહેલી..

    ReplyDelete