Tuesday, August 30, 2016
Khabarchhe.com
Thursday, August 25, 2016
નંદઘેર આનંદ ભયો..
Thursday, August 18, 2016
દિવસો ફરાળનાં જાય છે..
Monday, August 15, 2016
પત્રમૈત્રી-૨...
Thursday, August 11, 2016
ડાબોડી કે જમોડી?
ત્રીજા કે ચોથા ધોરણમાં એક "ડાબો કે જમણો?" એવો કાકાસાહેબ લિખિત પાઠ આવેલો ત્યારે પહેલીવાર આ " ડાબોડી" ને "જમોડી" શબ્દોનો પરિચય થયેલો. કાનમાં બુટ્ટી પહેરેલી તે પરથી કાકાસાહેબ ડાબો- જમણો હાથ ઓળખતા શીખેલા.અમારાં એક માસી "જમીએ એ જમણો હાથ " એમ કહેતાં પણ જમવાનું શરુ કયા હાથે કરવાનું એ કદી ન કહે. જાણીતા હાસ્યલેખક સ્વ.બકુલત્રિપાઠીને યેનકેન પ્રકારેણ જમોડી બનાવી દેવાયેલા એમાં એ તો નાના હોવાથીખાસ કંઈ વિરોધ ન કરી શક્યા પણ એમના અક્ષરોએ બંડ પોકાર્યું અને કહ્યામાં ન રહેતાં ખરાબ થઈ ગયા. તો બીજાં હાસ્યલેખક શ્રી વિનોદ ભટ્ટની શારીરિક તકલીફોએ એમને જમણા હાથને બદલે ડાબા હાથે લખવા મજબુર કર્યાં .પાકા ઘડે કાંઠા ન ચડે એ કહેવતને વિનોદભાઈએ ખોટી પાડી ને ડાબા હાથે ય એ સુવાચ્ય લખી શકે છે. ગાંધીજી બંને હાથે લખી શકતાં . "હિંદસ્વરાજ" જમણા હાથે લખતા થાક્યા તો ડાબા હાથે લખી.
આપણા દેશમાં ડાબા હાથની કાયમ અવગણના થતી આવી છે. જમણો હાથ દાન કરે તો ડાબા હાથને ખબર ન પડવી જોઈએ એને સાચું દાનકર્મ કહેવાય. કેમ? જમણો હાથ દાનવીરનો છે તો ડાબો હાથ એના શરીરની બહાર આવેલોછે? પુજાપાઠ હંમેશા જમણા હાથે જ કરાય એવી સમજ બાળકના મનમાં સાવ કાચી ઉંમરથી રોપી દેવાય.
અમારા એક પરિચિતને ત્યાં સત્યનારાયણની કથા હતી. ને પરિચિતની છ-સાત વરસની દીકરી કથામાં બેઠેલી. મહારાજે કહ્યુ :" બેબી, આ ગણપતિ દાદાને કંકુથી તિલક કરો " ને બેબીબેને ડાબા હાથે ગણપતિદાદાને તિલક કર્યું. મહારાજ આઘાત પામી ગયા. કળ વળતા એમણે બેબીને સમજાવ્યું કે એ જે હાથે જમે છે એ હાથથી જ તિલક કે પુજા કરાય.એટલે બેબીબેન બોલ્યા: "પણ અંકલ. હું તો આ હાથથી જ જમુ છું. હેં ને મમ્મા?" મમ્માએ હસીને હા કહી એટલે મહારાજ જરા નારાજગી થી બોલ્યા: "યજમાન,પૂજાપાઠ જેવાં પવિત્ર કામ હંમેશા જમણા હાથે કરાય. બહુ સામાન્ય સમજ છે આ તો. બેબી ગણપતિજીની મુર્તિ પર તિલક કરે છે એ ડાબો હાથછે. "" હા સોરી મહારાજ, શું છે કે એ ડાબોડી છે તો એ ડાબા હાથે જ તિલક આર્ટિસ્ટીક અને માપસરનું કરી શકશે. . "
"તે જે કહેવાય તે, જમણા હાથથી તિલક કરો ચાલો. મારે બીજે ય કથા કરવાજવાનું છે. બેબીબેન ,એક કામ કરો. આ મેં તમારા હાથ પર નાડાછડીજી બાંધ્યાછે એ જમણો હાથ છે એટલું યાદ રાખજો,બસ. બાકી બધું મારા પર છોડી દો. " બેબીબેનની મમ્માએ બેબીને પાછું ડાબું જમણું સમજાવ્યું અને મહારાજને કથાજલદી પતાવવા સુચના આપી જેથી બધા વેળાસર જમવાભેગા થઈ શકે.
. પોતાને ક્રિકેટમાં સર્વજ્ઞ માનતા અમારા એક વડીલે એકવાર ખુબ જઆત્મવિશ્વાસ સાથે જ્ઞાન પીરસેલું. " એક ટાઈમ હતો કે જ્યારે ઈન્ડિયન ક્રિકેટટીમમાં પાંચ પાંચ સોલિડ લેફ્ટીસ્ટ હતાં." વયમર્યાદાને ધ્યાનમાં રાખીને કોઈએએમને પ્રગટપણે તો કંઈ ન કહ્યું હોય પણ મનોમન તો હસી જ લીધું હશે.
ડાબોડીઓ માટે એવું કહેવાય છે કે એમનો બુધ્ધિઆંક ઊંચો હોય છે. કળાનીસમજ પણ વધુ હોય છે.લઘુમતી કહી શકાય એવી આ જમાતમાં સિકંદર,પ્રિન્સ ચાર્લ્સ , મહારાણી વિક્ટોરિયા, જુલિયસ સીઝર ,જે.એફ. કેનેડી ,જેક -ધ સીરીયલ કીલર ,બરાક ઓબામા, જ્યોર્જ બુશ ,બીલ ક્લીન્ટન માર્ટીના નવરાતીલોવા,સચીન તેંડુલકર,સૌરવ ગાંગુલી,યુવરાજ સિંઘ,અમિતાભ બચ્ચન,અભિષેક બચ્ચન ,કપિલ શર્મા , નરેન્દ્ર મોદી, રતન તાતા એન્ડ અબોવ ઓલ..મહાત્મા ગાંધી .. આ બધા નામોનો સમાવેશ છે.ડાબોડીઓ ઘણે ભાગે મગજપર નિયંત્રણ રાખી ન શકતા હોવાથી ગુસ્સો ખિસ્સામાં મુકીને જ ચાલે.
ખોંખારો : "ઊંધા હાથની અડબોથ" વિશ્વના ૧૦ થી ૧૨ % લોકો માટે સીધા હાથની હોય છે.