Wednesday, January 27, 2010

સાંજ થતાં..

સાંજ થતાં અંધારા ઉતરે ને
તારી યાદ
અજવાળા પાથરે..
સાવ અકારણ હસી પડ્વું
ને અચાનક વજનદાર મૌન..
ઊંડા અંતરમાં ક્યાંક ભણકારો વાગે
ને બોલકું થઈ ઉઠે મૌન..
આંખોમાં એક છબી તરે
ને આંખોના તળાવ માં
છલકી ઉઠે મૌન..
સાંજ થતાં અંધારા ઉતરે
ને તારી યાદ
અજવાળા પાથરે..

ShiD.

1 comment: