Thursday, November 26, 2009

તું ભલે...

તું ભલે તારા ગમતાં આકાશ પાસે ઉડી જજે
પણ તારો એકાદ ટહુકો મારા આકાશમાં છોડી જજે
તું ભલે આ જગતની ભીડમાં ભળી જજે
પણ તારું એકાદ સ્મરણ મારા એકાંતમાં ભરી જજે
તું ભલે તારા અલગ માર્ગો વિસ્તારી જોજે
પણ કદીક જરુર વર્તાય તો એકાદ હાક મારી જોજે..

ShiD.

No comments:

Post a Comment