Thursday, November 26, 2009

સાતે ય દરિયા પાર..

દરેક ક્ષણ એક ઘટના,
એક ઘટના જીવું ત્યાં બીજી તૈયાર..
તું સાથે હોવાનો અહેસાસ ને,
સાતે ય દરિયા પાર..
ઘટનાને સપનું માનું
તો જીવવું દુષ્કર ને
સત્ય માનું તો જીરવવું...
તું સાથે હોવાનો અહેસાસ ને,
સાતે ય દરિયા પાર..
ઘટનાને વ્હાલ કરું તો
નીક્ળી જાઉં આરપાર
ને તરછોડી દઉં તો
વાગે ધારધાર..
તું સાથે હોવાનો અહેસાસ ને
સાતે ય દરિયા પાર..

ShiD.

No comments:

Post a Comment