Thursday, November 26, 2009

તમે ય ખરાં છો !!!!!

તમે ય ખરાં છો..
તમને મળવા અમે પરોઢ થયા તો
તમે સાંજ બની ને ચાલતી પક્ડી
તમને મળવા અમે ફૂલ થયાં
તો તમે પતંગિયું બની ને ગતિ પકડી
તમને મળવા અમે રાત થયાં તો
તમે ઉજાસ બની ને પથરાઇ ગયા
તમને મળવા અમે ઝાકળ થયાં તો
તમે વાદળ બની ને વિખેરાઇ ગયા

તમે ય ખરાં છો !!!!!

ShiD..

No comments:

Post a Comment