Thursday, November 26, 2009

જીવી લીધું..

ઝીલ્યું ખોબામાં એક આંસુ ને
લે,દરિયાઓ છલકાઇ ગયા તમામ
હથેળી પર લખ્યું એક નામ ને
લે, મ્હોરી ઉઠ્યાં ઉપવન તમામ
શ્વાસમાં પડઘાયું એક નામ ને
લે,જીવી લીધું આયખું તમામ.

ShiD.

No comments:

Post a Comment